Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ખાતે આજરોજ અંત્યોદયના પ્રણેતા એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીને સશક્ત બનાવવાના ઉત્તમ અભિગમ સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રારંભાયેલ “માઇક્રો ડોનેશન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ત‍ાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા તેમજ ઉમલ્લા, દુ.વાઘપુરા, વલી, રાયસીંગપુરા, ખાલક તેમજ આજુબાજુના ગામોના સરપંચ અને પંચાયત સદસ્યો તેમજ અગ્રણીઓ હાજર રહયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

ProudOfGujarat

इरफान खान अभिनीत “Blackमेल” की कहानी एक रियल कपल से प्रेरित है!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ઉપસરપંચ પદે મહિલા સભ્યની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!