Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા સેવારૂરલના પદ્મશ્રી ડો.લતાબેન દેસાઈનું એસબીઆઇ દ્વારા સન્માન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત સેવારુરલ સંસ્થાના સ્થાપક ડો.લતાબેન દેસાઇને તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા આ વાતે સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, તાપી જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર સુધીના વિસ્તારો માટે નિસ્વાર્થ સેવા આપવા ઉપરાંત અને સમગ્ર જીવન આદિવાસી અને ગરીબ લોકો અને રોગીઓની સેવામાં સમર્પિત કરનાર ડો.લતાબેન દેસાઇને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને આવકારીને બહુમાન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે ભારતીય સ્ટેટ બેંક ભરુચ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ડો.લતાબેન દેસાઇનું બહુમાન કરવામાં આવ્યુ હતું. એસબીઆઇ ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર પ્રવિનકુમાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક અમદાવાદ સર્કલ તરફથી ડો.લતાબેન દેસાઇને સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભારતીય સ્ટેટ બેન્ક અધિકારી સંગઠન, અમદાવાદ સ્થિત ભરૂચના સેક્રેટરી અમરીશ દવે દ્વારા પણ ભરૂચ તથા ઝગડીયા તાલુકાના ગૌરવ સમાન પદ્મશ્રી ડો. લતાબેન દેસાઈને સાલ ઓઢાડીને તેમજ સેવારુરલ સંસ્થાના ટ્રસ્ટીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડો. લતાબેન દેસાઇએ તેમના સમગ્ર સન્માનનો શ્રેય તેમના કર્મચારીઓને આપ્યો હતો. અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવીને દેશની અને ખાસ કરીને ગરીબ વંચિત લોકોની સેવા કરવા પરત ફરેલા ડો. દેસાઈ દંપતીએ ઝઘડિયામાં આજથી ૪૦ વર્ષ પહેલાં સેવા રૂરલ સંસ્થાનો પાયો નાંખ્યો હતો, અને છેલ્લા ચાર દાયકાથી તેઓ ગરીબ જનતાના આરોગ્યને લગતી સેવાઓની સુવાસ ફેલાવી રહ્યા છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભારતમાં બે સપ્તાહનું લોકડાઉન લાદવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યું સૂચન…

ProudOfGujarat

‘બોલ બાપુ બનીશ…?’ બોલીને ઢોર માર મારી યુવકને પગ પકડાવીને માફી મંગાવતો… વિડીયો વાયરલ…

ProudOfGujarat

વડોદરામાં હોળી ધુળેટી પર્વે વતન જતાં મુસાફરો માટે વધારાની એસટી બસો દોડાવાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!