ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી પર એક કોલસા ભરેલ દહેજ જીઆઇડીસી તરફ જતી ટ્રક પલટી મારી ગઇ હતી, ફલાઇઓવર નીચેથી પસાર થઈ કોલસા ભરેલ આ હાઇવા ટ્રક સર્વિસ રોડ પરથી હાઇવે પર જતી હતી તે દરમિયાન કોઇ કારણોસર અચાનક ટ્રક પલટી મારી ગઇ હતી, ટ્રક પલટી મારી જતા તેમાં ભરેલ કોલસા આખા રોડ પર વેરણછેરણ થયા હતા, જેના કારણે મુલદ ફ્લાયઓવરથી ભરૂચ તરફના હાઇવે પર ચડતા નાના-મોટા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ ઘટનાને લઇને વાહન ચાલકોએ માંડવા તરફના સર્વિસ રોડ પર જઇને પોતાનો રસ્તો પકડવો પડ્યો હતો. ટ્રક પલટી જવાની આ ઘટનામા ચાલકને ઇજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઇ જવાયો હતો. હાઇવા ટ્રક પલટી જવાના કારણે સર્વિસ રોડ પર વેરણછેરણ થયેલ કોલસા અન્ય ટ્રકમાં ભરાતા ભરૂચ તરફ જતો સર્વિસ રોડ ખુલ્લો થયો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement