Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા આંગણવાડી બહેનોએ બજેટમાં તેમને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે બજેટની કરી હોળી.

Share

ઝધડીયા ખાતે આંગણવાડી બહેનોએ આજરોજ તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી નીતિન પટેલે પ્રસ્તુત કરેલ બજેટની કોપીની પ્રતિકારાત્મક હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય ઉપપ્રમુખ રાજેન્દ્ર સિંહ પરમારની અધ્યક્ષતા હેઠળ ઝધડીયા ખાતે આંગણવાડીની બહેનોએ બજેટમાં આંગણવાડી વર્કરોના પગારધોરણમાં કોઇ વધારો ન થતાં તેના વિરોધમાં બજેટની હોળી કરી હતી. આંગણવાડી બહેનોનું જણાવવું હતું કે આઠમીવાર બજેટ રજુ કરનાર નીતિનભાઈ પટેલ હજુ પણ આંગણવાડી વર્કરોના પગાર વેતનમાં વધારો નહીં કરે તો શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શિત કરશે. તેમજ આંદોલન કરશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામની ટ્રસ્ટની જમીનમાં ખાડો કરી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગો ઠાલવવા બાબતે ભાડુઆત અને ભૂતપૂર્વ ટ્રસ્ટીને જીપીસીબી દ્વારા 25 લાખનો દંડ કરાયો.

ProudOfGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

ProudOfGujarat

ઝધડિયા તાલુકાના રાજપારડી ખાતે નશા છોડો જીવન બચાવો કાર્યકમ નશાબંધી અને ગરીબી ઉન્મૂલન ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!