Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે મોબાઇલ પર ખરાબ મેસેજ મોકલવાની વાતે ઝઘડો થતાં ચાર ઇસમો સામે ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતી એક મહિલાને મોબાઇલ પર કથિત ખરાબ મેસેજ મોકલનાર ઇસમને ઠપકો આપતા લોખંડના પાઇપ અને ક્રિકેટના સ્ટમ્પથી હુમલો કરાયો હતો. આ મહિલાના પતિ અને તેનો મિત્ર મેસેજ મોકલનારને ઠપકો આપવા ગયા હતા. ત્યારબાદ સાંજના સમયે ચાર ઇસમોએ ઘરમાં ઘુસીને સ્ટમ્પ અને પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાના પતિના મિત્રને ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. આ અંગે થયેલ ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે મૃગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ બારિયા, સન્ની રાજેન્દ્રસિંહ બારિયા બન્ને રહે.રાજપારડી તેમજ પ્રિતેશભાઇ મિસી અને ઇન્દ્રજીતસિંહ બારિયા બન્ને રહે.ગામ અવિધા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

વાગરા અને આમોદના ટ્રેક્ટર લઇને આવેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરાયો જાણો ક્યાં? અને ક્યારે?

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!