Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના વાઘપુરા ગામની સીમના ખેતરના શેઢા નજીક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સરકારી વાઘપુરા ગ‍ામની સીમમાં એક ખેતરના શેઢા નજીકથી કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ સરકારી વાઘપુરા ગ‍ામની સીમમાં એક ખેતરના શેડા નજીક કોઇ ઇસમનો મૃતદેહ હોવાનું જણાતા વાઘપુરાના જયદિપભાઇ પટેલ નામના નાગરીકે આ અંગે ઝઘડીયા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહનો કબજો લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઇસમની કોઇ ઓળખ થઇ શકી નહતી. આશરે પાંચ ફુટ બે ઇંચ જેટલી ઉંચાઇ ધરાવતો આ ઇસમ ૪૦ વર્ષ જેટલી ઉંમરનો હોવાનું જણાયું હતું. આ ઇસમનું મોત ઠંડીના કારણે થયું છે કે અન્ય કોઇ કારણથી તે હજી જાણી શકાયુ નથી. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અજાણ્યો ઇસમ કોણ છે અને તેનું મોત કઇ રીતે થયુ છે તેની વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે એમ હાલ પુરતુ તો જણાઇ રહ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાગરા બજાર બંધ હોવાની અફવા ફેલાતા પોલીસે એક્શનમાં આવી બંધ ન હોવાની જાણકારી પ્રજાજનોને આપી

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી ખાતે વીજ કંપનીના વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓએ પ્રશ્નોના નિવારણની કરી રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ શહેર માં વસ્તા દાઉદી વ્હોરા સમાજ ના લોકો એ આજ રોજ રમજાન ઇદ ની હર્ષોઉલાશ સાથે ઉજવણી કરી હતી…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!