Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત હોદ્દેદારોના રાજીનામાથી રાજકીય ક્ષેત્રે સન્નાટો..

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ પાર્ટીમાંથી સામુહિક રાજીનામાં આપતા તાલુકાના રાજકારણમાં ભર શિયાળે ગરમાવો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ઝઘડીયા તાલુકા પ્રમુખ કરણસિંહ પરમાર, ઉપપ્રમુખ મિતેશ પઢિયાર, સંગઠન મંત્રી યાસીન રાણા, તાલુકા મહામંત્રી જયેશ સોલંકી તેમજ તાલુકા મહિલા પ્રમુખ તન્વીબેન પરમાર સહિતના સંખ્યાબંધ હોદ્દેદારો અને કાર્યકરોએ આજે સામુહિક રાજીનામા આપી દેતા તાલુકામાં રાજ્કીય ક્ષેત્રે સન્નાટો ફેલાયો છે. પાર્ટીના વિદાય લેતા પ્રમુખ કરણસિંહ પરમારે પત્રકારોને જણાવ્યુ હતું કે પ્રદેશ સંગઠન દ્વારા થતી અવગણનાને લઇને નારાજ થઇને આ પગલુ ભર્યુ છે. પ્રમુખ સાથે તાલુકાના સંખ્યાબંધ કાર્યકરોના રાજીનામાથી ચકચાર મચી જવા પામી છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે અત્યારે બીજી કોઇ પાર્ટીમાં જવાનો ચોક્કસ કોઇ ઇરાદો નથી, પણ કોઇ પાર્ટી અમારા વિચારોથી પ્રેરાઇને અમને બોલાવશે તો ચોક્કસ જઇશું. અને જનતાની સેવા કરવાનું તેઓ ચાલુ રાખશે એમ જણાવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં પુણામાં પાલિકા દ્વારા મંદિરનું ડિમોલીશન કરતાં સ્થાનિકોનો હોબાળો

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

અમરેલીના વરસડા નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત-અકસ્માતમાં બે ના ઘટના સ્થળે મોત, 15 થી વધુ મુસાફરો ઘાયલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!