Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે બીજાની જમીનમાં દબાણ કરનાર બે ઇસમો સામે ફરિયાદ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે અન્યની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર બે ઇસમો વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.

આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગોવાલી ગામના જગદીશભાઇ ગુલાબભાઇ પટેલની માલિકીની એક જમીન ગોવાલી ગામની સીમમાં આવેલી છે. આ જમીનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી તેમાં ખેતી થઇ શકે તેમ ન હોઇ ભવિષ્યમાં અન્ય કોઇ રીતે વિકાસ કરી શકાય તે હેતુથી હાલમાં આ જગ્યા ખુલ્લી છોડેલી છે. આ ખુલ્લી પડેલ જમીનમાં ગોવાલી ગામના બે ઇસમો રમેશભાઈ રમણભાઈ વસાવા અને શંકરભાઈ ચુનિયાભાઇ વસાવાએ બિનઅધિકૃત રીતે પ્રવેશ કરીને પાનનો ગલ્લો તેમજ બળતણના લાકડા નાંખીને અને ચાર વાંસ સાથે તાડપત્રી બાંધીને ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. જમીન માલિક આ બાબતે વાત કરવા જતા તે ઇસમો એટ્રોશીટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા. ઉપરાંત જાનથી મારી નાંખવાની પણ ધમકીઓ આપતા હતા. આ ઇસમો પોતાની જમીનમાંથી ગેરકાયદેસર દબાણ હટાવતા ન હોવાથી જમીન માલિકે પોલીસ રક્ષણની પણ અરજી આપી હતી. જમીન માલિકે તા.૧૯ એપ્રિલ ૨૦૨૧ ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ હેઠળ જિલ્લા કલેક્ટર ભરુચને રજુઆત કરી હતી. દરમિયાન હાલમાં ગત તા. ૧૦ મીના રોજ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિની મળેલ બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર સામાવાળાઓનું આ જમીનમાં કોઇપણ કોઇપણ પ્રકારનું હક્ક હિત ન હોવા છતાં જમીનમાં ગેરકાયદેસર દબાણ ઉભુ કરેલ હોઇ તેઓની સામે પ્રાથમિક દ્રષ્ટિએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ થયેલ હતો, જેથી જમીન માલિક જગદીશભાઇ ગુલાબભાઇ પટેલ રહે.ગોવાલી તા.ઝઘડીયાનાએ જમીનમાં ગેરકાયદેસર દબાણ કરનાર રમેશભાઇ રમણભાઈ વસાવા અને શંકરભાઈ ચુનિયાભાઇ વસાવા બન્ને રહે.ગામ ગોવાલી તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : પ્રાર્થના વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

ProudOfGujarat

વાંકલ : બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાલા દેવી માતાજી મંદિરનાં ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!