Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગામ અગ્રણીઓ દ્વારા પદ્મ વિભુષણ ડો.લતાબેન દેસાઈનું કરાયું સન્માન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આવેલ સેવારુરલ સંસ્થાના સ્થાપક ડો.લતાબેન દેસાઇને તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મ વિભુષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા આ બાબતે સમગ્ર ભરુચ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. ઝઘડીયા સુલતાનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સુરેશભાઈ વસાવા, ઉપસરપંચ વિનોદભાઈ વસાવા, નવનિયુક્ત પંચાયતના સભ્યો નરેન્દ્રસિંહ પરમાર, સંજયસિહ અમરપાલસિંહ ચૌહાણ, કરણસિંહ પરમાર સહિત ગામ અગ્રણીઓએ ગઇકાલે પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત ડો. લતાબેન અનિલભાઈ દેસાઈનું સેવા રૂરલ ખાતે સન્માન કર્યુ હતું.

મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડો. લતાબેન અને તેમના પતિ સ્વ. ડો. અનિલભાઈ દેસાઈએ ૧૯૮૦ થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રે ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તેમજ મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ બાબતે તેમના જીવનમાં મુખ્ય અભિગમ રહ્યો હતો. ઝગડીયા સેવા રૂરલ સંસ્થા સંચાલિત ૨૫૦ પથારીની સગવડ ધરાવતી હોસ્પિટલ ભરુચ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોના ગામડાઓને માતૃ બાળ સંભાળ, આંખનો વિભાગ, બિનચેપી રોગો અને સામાન્ય શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ૨૪ કલાક અધ્યયન સંભાળ સાથેની તબીબી સેવાઓ પૂરી પાડે છે. કન્સલ્ટન્ટ સહિત ૨૫ તબીબોની ટીમ ઝઘડિયા ગામમાં રહે છે. દર વર્ષે અંદાજે બે લાખ જેટલા દર્દીઓ હોસ્પિટલની તબીબી સેવાઓનો લાભ લે છે. હોસ્પિટલમાં દાખલ થયેલ ૭૦ ટકા દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. હોસ્પિટલની સેવાઓનો ઉદ્દેશ્ય “અતિ આધુનિક સેવા અતિ ગરીબ માટે” પ્રદાન કરવાનો રહ્યો છે.‌ સરકારની ભાગીદારી હેઠળ માતા મૃત્યુદર તેમજ શિશુ મૃત્યુદરમાં ઘટાડો થાય તેમજ પોષણ હેઠળના બાળકો, કિશોર આરોગ્ય અને સિકલસેલ રોગમાં સુધારો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોની સેવા કરવાનું કાર્ય વર્ષોથી અહિયાં કરવામાં આવી રહ્યું છે, જે સેવા રૂરલ હોસ્પિટલના સ્થાપક એવા ડો. લતાબેન દેસાઈના પ્રયત્નો અને સેવાભાવની કામગીરી થકી જ શક્ય બન્યું હોઇ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના સર્વ શ્રેષ્ઠ પદ્મશ્રી એવોર્ડ માટે તેમનું નામ નોમીનેટ કરી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે આ વાત ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન બની છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ નગરમાં ઘરફોડ ચોરીનો સિલસિલો યથાવત : પોલીસ તંત્ર અતિ નિંદ્રામાં લીન

ProudOfGujarat

રાજપીપલા સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે લાકડાની તંગી…!!!

ProudOfGujarat

નેત્રંગના દિવ્યાંગ કાર્યકર્તા બ્રિજેશ પટેલની કામગીરીને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે બિરદાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!