ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આજરોજ પ્રજાસત્તાક પર્વ ૨૬ મી જાન્યુઆરીના દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાણીપુરા મંડળ દ્વારા જગન્નાથ મહાદેવ મંદિર ખાતે ભારતમાતા પુજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઝઘડીયા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, રાણીપુરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મનોજ દેસાઈ, સરસ્વતી વિદ્યામંદિરના શિક્ષિકા બહેનો ઉષાબેન પટેલ તેમજ યોગીતાબેન પટેલ, એડવોકેટ નયનાબેન પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સોહિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત એ સર્વભૌમ રાષ્ટ્ર છે અને એના પ્રતીક રૂપે હાલનો ભારતનો નકશો અસ્તિત્વમાં છે અને આ ભારતના નકશાને નાના નાના રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારત દેશ બનાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ તથા દેશની આઝાદીમાં બલિદાન આપનાર લડવૈયાઓના સમર્પણને આવનારી નવી પેઢી પણ યાદ રાખે તથા આવનારી પેઢીમાં પણ દેશભક્તિ જાગૃત રહે તે ઉદેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ