Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

Share

ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યા મંદિર શાળા ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાની પૂર્વ છાત્રા અને હાલમાં તબીબી શાખામાં અભ્યાસ કરી રહેલ કુ.જાનવી મહાબિરસિંહ ઘરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંયોજક અંજના પંડ્યાએ દિપ પ્રગટાવીને કાર્યક્રમની શરુઆત કરી હતી. શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટ ઉમલ્લાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાએ તેમના પ્રાસંગિક વકતવ્યમાં દેશને આઝાદી અપાવવામાં શહિદોએ આપેલા ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા. ઉપરાંત કોરોના મહામારી દરમિયાન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ લોકસેવાની કામગીરીને બિરદાવી હતી. અને દેશના સર્વાંગી વિકાસ માટે પોતાનું યોગ્ય યોગદાન આપવા આગળ આવવા વિધ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

Trailer of Gujarati film Ratanpur released

ProudOfGujarat

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કાંસની સફાઈ કરાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપિપલા માર્ગનું નવિનીકરણ થવાની વાતે જનતામાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!