Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના રાજપારડી ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગ્રામપંચાયત કાર્યાલય ખાતે સરપંચ કાલિદાસ વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજપારડીના ઉપ સરપંચ મનીષાબેન રાઠોડ, ભુપેન્દ્રસિંહ રાઠોડ, ઇમ્તિયાઝ અલી સૈયદ તેમજ નિલેશભાઇ સોલંકી, તૌફિક પટેલ સહિત પંચાયત સદસ્યો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ જે.બી.જાદવે ધ્વજવંદન કર્યુ હતું. ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા ખાતે દિવ્યાંગ નાગરિક અરવિંદભાઇ માછીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. ધ્વજવંદન નિમિત્તે કેળવણી મંડળના પ્રમુખ સુનિલભાઇ પટેલ, આચાર્ય મંગુભાઇ વસાવા સહિત શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વનો મહિમા વર્ણવીને બાળકોને દેશભક્તિની ભાવના પ્રબળ બનાવી રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે પોતાનું યોગદાન આપવા આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરનામાનો ભંગ કરી કામદારોને લઈ જતી બે ઈકો ગાડી ઝઘડિયા પોલીસે જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ-અલગ સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!