Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે ઉપ સરપંચની ચુંટણી બાદ બંને પેનલના લોકો વચ્ચે ઝઘડો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ઉપ સરપંચની ચુંટણી બાદ બે પક્ષો વચ્ચે તકરાર થતાં બન્ને પક્ષે નોંધાવેલ ફરિયાદમાં કુલ ૧૦ ઇસમો સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ જાંબોઇ ગામના વિરેન્દ્રભાઇ રામજીભાઈ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમના માતા સાવિત્રીબેન વસાવાએ જાંબોઇ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હતી અને તેઓ બે મતથી હારી ગયા હતા. તેમની પેનલના કુલ આઠમાંથી ત્રણ સભ્યો જીત્યા હતા. દરમિયાન ગતરોજ તા.૨૦ મીના રોજ મોટી જાંબોઇ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ગ્રામ પંચાયતના ઉપ સરપંચની ચુંટણી યોજાતા ઉપ સરપંચ તરીકે બીટીપી પક્ષના માવજીભાઇ ભાણાભાઈ રોહિત ચુંટાઇ આવ્યા હતા. વિજેતા પેનલના માણસો રોડ પર કિકિયારીઓ કરીને ફટાકડા ફોડતા હતા, તે દરમિયાન ગામના કનુભાઇ વસાવા, ભરતભાઇ વસાવા, કમલેશભાઈ વસાવા, અશ્વિનભાઇ વસાવા, પરસોત્તમભાઇ વસાવા, ખુમાનભાઇ વસાવા અને જગદીશભાઇ વસાવા વિરેન્દ્રભાઇ અને તેમની સાથે બેઠેલ લોકો પાસે આવ્યા હતા અને કહેવા લાગેલ કે તમે બીજેપી પક્ષમાંથી ઉભા રહેલ પણ જોયુને અમે બીટીપી પક્ષવાળા જીતી ગયા. ત્યારબાદ વિરેન્દ્રને તે લોકોએ ગાળો બોલીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અન્ય ઇસમોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. આ અંગે વિરેન્દ્ર રામજીભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા ઝઘડીયાનાએ કનુભાઇ રેવલાભાઇ વસાવા, ભરતભાઇ કનુભાઇ વસાવા, કમલેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા, અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવા, પરસોત્તમ બોખાભાઇ વસાવા, ખુમાનભાઇ રેવલાભાઇ વસાવા અને જગદીશભાઇ ઝીણાભાઈ વસાવા તમામ રહે.ગામ નાની જાંબોઇ તા. ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. બીજી ઘટનામાં નાની જાંબોઇ ગામના અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમની પત્નિ ઇન્દુબેન જાંબોઇ ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ચુંટાઇ આવ્યા હતા. દરમિયાન ગતરોજ તા.૨૦ મીના રોજ મોટી જાંબોઇ ગામે ગ્રામ પંચાયતની ઓફિસે ઉપ સરપંચની ચુંટણી યોજાતા તેમની પેનલના માવજીભાઇ રોહિત ચુંટાઇ આવ્યા હતા. ત્યારબાદ વિજેતા પેનલના માણસો ગ્રામ પંચાયત ઓફિસ સામે ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન ગામના વિરેન્દ્ર વસાવા અશ્વિનભાઇ પાસે દોડી આવ્યા હતા અને ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા દરમિયાન ત્રણ ઇસમોએ ભેગા મળીને અશ્વિનભાઇને માર માર્યો હતો. અને ધમકી આપીને કહ્યુ હતુંકે કેવી રીતે પંચાયત ચલાવો છો તે જોઇ લઇશું. આ બનાવ સંદર્ભે અશ્વિનભાઇ ખુમાનભાઇ વસાવા રહે.નાની જાંબોઇ તા.ઝઘડીયાનાએ વિરેન્દ્ર રામજીભાઈ વસાવા રહે.નાની જાંબોઇ, રણજીત રમેશભાઈ વસાવા રહે.નાની જાંબોઇ તેમજ જગદીશ ઉર્ફે ધોની મંગાભાઇ વસાવા રહે.મોટી જાંબોઇના વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ઝઘડિયાના ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

ProudOfGujarat

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે હજારો લિટર પાણીનો વેડફાટ.

ProudOfGujarat

લીંબડી નજીક બોડીયા ગામના બ્રીજ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!