Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના પ્રાંકડ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપ સરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પ્રાંકડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે રાજેશભાઈ રતનભાઈ વસાવા વિજયી થયા હતા. હાલમાં ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટેની બેઠક ગ્રામસેવક હર્નિશભાઇ પટેલ અને તલાટીની ઉપસ્થિતિમાં મળી હતી. આયોજિત બેઠકમાં ઉપ સરપંચ તરીકે મેહુલસિંહ જશવંત સિંહ પ્રાંકડાની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની આ પ્રથમ મળેલ બેઠકમાં સરપંચ ઉપસરપંચ અને સભ્યોએ સત્તા સંભાળી લીધી હતી. નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે આ પ્રસંગે સહુનો આભાર માન્યો હતો અને ગામના વિકાસ માટે પોતે કટિબધ્ધ હોવાની લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેરના લાકડા ની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ જોગરી પાવડર તેમજ ગોળના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!