Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના પીપદરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિજયભાઇ વસાવાની વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના પીપદરા કાંટીદરા ગ્રૂપ ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાઇ ગયેલ ચુંટણીમાં કાંટીદરાના સુરેશભાઈ કરશનભાઈ વસાવા સમર્થિત પેનલના ઉમેદવાર સંગીતાબેન હરેશભાઈ વસાવાએ બહુમતીથી  વિજય મેળવીને સરપંચ પદે નિમાયા હતા. કાંટિદરા ગામના યુવા સંગઠન તેમજ ગ્રુપ ગ્રામ પંચાયતના મતદારોના સમર્થનથી સંગીતાબેનનો વિજય થયો હતો, ઉપરાંત તેમની પેનલના ૫ સભ્યોનો પણ વિજય થયો હતો. હાલમાં યોજાઇ ગયેલ ઉપ સરપંચની વરણી માટેની બેઠકમાં ઉપ સરપંચ તરીકે વિજયભાઇ વસાવા નિમાયા હતા. નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે ગ્રામ પંચાયતમાં વિધિવત સત્તા સંભાળી લીધી હતી. આ પ્રસંગે સરપંચ અને ઉપ સરપંચે મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરશે એમ જણાવ્યું હતું. તેમના સમર્થકો દ્વારા તેઓને અભિનંદન આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચમાં IPL ક્રિકેટ પર સટ્ટાબેટીંગ રમતા બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ના વાગરા તાલુકા ના જાગેશ્વર ગામ માં આવેલ નર્મદામૈયા નીચી તલાઈ ના પૂજારી દયાનંદ ભ્રમચારી સેવાનંદ મહારાજ ની રૂમ માંથી હત્યા કરેલી હાલત માં લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો….

ProudOfGujarat

કરજણ – શિનોર – પોર વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!