Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિનોદચંદ્ર વસાવા નિમાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની હાલમાં યોજાઇ ગયેલ ચુંટણીમાં સરપંચ તરીકે સુરેશભાઈ રમણભાઈ વસાવા વિજયી થયા હતા. પરિવર્તન પેનલના સાત સભ્યો વિજયી થયા હતા. આજરોજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે બેઠક યોજાઇ હતી. આયોજિત બેઠકમાં સરપંચ, પંચાયત સદસ્યો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિનોદચંદ્ર ચંદુલાલ વસાવાની વરણી થતા ઉપસ્થિત ગ્રામજનો અને અગ્રણીઓએ તેમને વધાવી લીધા હતા. વિનોદભાઇ વસાવા એક પત્રકાર હોઇ, ઝઘડીયા તાલુકાના પત્રકારો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે ગ્રામજનોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરીને તેઓ જનતાના વિશ્વાસને સાર્થક કરવા હંમેશ કટિબદ્ધ રહેશે એમ જણાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ-ગાંધીજીની ૧૫૦મી જયંતિ નિમિત્તે ‘રોટરેક્ટ ક્લબ ઓફ નર્મદા નગરી’ દ્વારા ‘ખાદી શો’ લોન્ચ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ઈકો ફ્રેન્ડલી આરતી શણગાર સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

લીંબડી સર જે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો કલાકુંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!