ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે હાલમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં યુવા કાર્યકર હિરલ પટેલ સમર્થિત પેનલના કુલ આઠમાંથી પાંચ સભ્યો વિજયી થયા હતા. સરપંચ પદે પ્રેમિલાબેન ચંદુભાઇ વસાવા વિજયી થયા હતા. આજરોજ ગ્રામ પંચાયતના ઉપ સરપંચની વરણી માટે બેઠક યોજાઇ હતી, જેમાં ઉપ સરપંચ તરીકે ભાવિશાબેન સતિષભાઇ પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માજી સરપંચ ચંદુભાઇ વસાવા, સરપંચ પ્રેમિલાબેન વસાવા, યુવા કાર્યકર હિરલ પટેલ, અગ્રણી સતિષ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ, તલાટી સુરેશભાઇ પરમાર, પંચાયત સદસ્યો ચંપાબેન વસાવા, ભાવિશા પટેલ, કિરણભાઇ કપ્તાન, ગંગાબેન વસાવા, બાબરભાઇ પરમાર, નર્મદાબેન વસાવા, મનુભાઇ વસાવા અને ફતેસીંગભાઇ વસાવા તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યાસી અધિકારી જયેશભાઇની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ઉપ સરપંચ તરીકે ભાવિશાબેન પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. નવ નિયુક્ત સરપંચ અને ઉપ સરપંચે ગ્રામજનોનો આભાર માની ગામના સર્વાંગી વિકાસ માટે તેઓ હંમેશા કાર્યશીલ રહશે એમ જણાવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ