Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે બાઇક ચાલક ઇસમે અન્ય યુવાનને માર માર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખરચી ભીલવાડા ગામે એક મોટરસાયકલ ચાલકને મોટરસાયકલ ગફલતભરી રીતે ન ચલાવતા સારી રીતે ચલાવવાનું કહેનાર યુવક પર બાઇક ચાલક સહિત ત્રણ ઇસમોએ હુમલો કરી માર માર્યો હતો. ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખરચી ભીલવાડા ગામે રહેતો સુનિલભાઇ ધનજીભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૧૪ મીના રોજ સાંજના પાંચેક વાગ્યાના સમયે ફળિયાના નાળા નજીક પતંગ ચગાવતો હતો ત્યારે ગામનો અતુલભાઇ દલસુખભાઇ તેની મોટરસાયકલ પુર ઝડપે ચલાવીને જતો હતો, તે વખતે ફળિયાનો એક નાનો છોકરો મોટરસાયકલની અડફેટમાં આવતા રહી ગયો હતો. મોટરસાયકલ ચાલકે બ્રેક મારતા આ અકસ્માત થતાથતા રહી ગયો હતો. ત્યારે સુનિલે બાઇક ચાલક અતુલ વસાવાને સારી રીતે મોટરસાયકલ ચલાવવાનું કહેતા અતુલ વસાવા મોટરસાયકલ ઘરે મુકીને તેની સાથે અન્ય બે ઇસમો અરુણભાઇ ઉર્ફે પડી કનુભાઇ વસાવા તેમજ અરુણભાઇ ઉર્ફે અન્નો છનાભાઇ વસાવા સાથે નાળા ઉપર આવ્યો હતો, ત્યારબાદ તે લોકોએ સુનિલ વસાવાને ગાળો બોલીને લાકડીના સપાટા અને ઢિકાપાટુનો માર માર્યો હતો. ફળિયાના અન્ય ઇસમો ત્યાં દોડી આવતા સુનિલને વધુ મારમાંથી બચાવ્યો હતો. ઘટનાના ત્રીજા દિવસે સુનિલને ડાબા હાથના અંગુઠા પર સોજો આવતા ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેને અંગુઠામાં ફેકચર થયુ હોવાનું જણાવાયું હતુ. આ બનાવ સંદર્ભે સુનિલ વસાવાએ ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બોર્ડ પરીક્ષાનું આયોજન અંગેની નીતિ વિષયક પ્રશ્નો અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

નવરાત્રી પર્વ દરમ્યાન વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ બપોર બાદ CAA ના સમર્થનમાં જિલ્લા યુવા ભાજપા દ્વારા તિરંગા બાઈક રેલીનું આયોજન હાથ ધરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!