Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઉપસરપંચ તરીકે મનીશાબા રાઠોડની વરણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રીપાંખીયો જંગ યોજાયો હતો. જેમાં સરપંચ પદે કાલિદાસ વસાવા વિજયી થયા હતા. ગ્રામ પંચાયતના ઉપસરપંચની વરણી માટે આજરોજ ગ્રામ પંચાયતની બેઠક મળી હતી, આ બેઠકમાં ઉપ સરપંચ તરીકે ઝઘડીયા તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડના પત્નિ મનીશાબા રાઠોડની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ કાલિદાસ વસાવા, અગ્રણી ઇમ્તિયાજઅલી સૈયદ, ગ્રામ પંચાયત સદસ્ય નિલેશ ચૌહાણ, પ્રકાશ દેસાઇ તેમજ અગ્રણીઓ અને પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ તેમજ ઉપ સરપંચે સહુનો આભાર વ્યક્ત કરીને તેઓ ગામના વિકાસ માટે કટિબદ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોલ તાલુકાનાં ઝંખવાવ મુકામે આદિવાસી સુરક્ષા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયુ

ProudOfGujarat

રાજ્યના શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્રો અને તેના કલાકાર-કસબીઓને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારિતોષિક એનાયત કરાયા

ProudOfGujarat

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી માટે શું રાજકીય પાર્ટીઓએ આ વખતે કમર કસવી પડશે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!