Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે પત્તા પાનાનો જુગાર રમતા બે ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે જુગાર રમતા બે જુગારીયા પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને અન્ય સાત ઇસમો નાશી છુટ્યા હતા.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસને ગતરોજ તા.૧૪ મીના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દુ.માલપોર ગામે નવીનગરી નજીક બસ સ્ટેન્ડમાં બેસીને કેટલાક ઇસમો પત્તા પાનાનો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં જુગાર રમતા કેટલાક ઇસમો જણાયા હતા. પોલીસની આ રેઇડ દરમિયાન રૂ. ૧૧૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા બે ઇસમો ઝડપાયા હતા, જ્યારે અન્ય સાત ઇસમો પોલીસને જોઇને નાશી છુટ્યા હતા. ઝઘડીયા પોલીસે આ રેઇડ દરમિયાન જુગાર રમતા પકડાયેલ અને નાશી છુટેલ ઇસમો નિલેશભાઇ મંગાભાઇ વસાવા, વિજયભાઇ ડાહ્યાભાઇ ગોહિલ, રાજુભાઇ પાટણવાડીયા, અજયભાઇ મંગાભાઇ વસાવા, અશોકભાઈ હિરાભાઇ વસાવા, સંજયભાઇ રમણભાઈ વસાવા, અજયભાઇ વસાવા, કમલેશભાઇ ગણપતભાઇ વસાવા અને અનિલભાઇ દલસુખભાઇ વસાવા તમામ રહે.ગામ દુ.માલપોર તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : અશાંતધારો લાગુ પણ અમલ નહીં : તંત્ર થયું એલર્ટ.

ProudOfGujarat

વડોદરામાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ આત્મનિર્ભર બનતી રેણુકા સખી મંડળની બહેનો.

ProudOfGujarat

સુરત : લિંબાયતમાં નિગર ક્લિનીક નામે લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!