Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકામાં ઉત્તરાયણ પર્વ ઉમંગથી ઉજવણી કરાઇ.

Share

મકરસંક્રાંતિના પર્વની સમગ્ર ઝઘડીયા તાલુકામાં ઉત્સાહથી ઉજવણી થઇ હતી. મકરસંક્રાંતિના દિવસે સવારના ઘઉં ગોળ અને ઘી થી બનેલ ઘુઘરી ગાયને ખવડાવવાનો મહિમા છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઝઘડીયા તાલુકાના ગામોએ પરંપરાગત લોકોએ તલ અને સીંગદાણાની બનેલ ચીકી ઉપરાંત ગાંઠીયા, ફાફડા, જલેબી અને ઉંધિયાની લીજ્જત માણી હતી. ઝઘડીયા રાજપારડી ઉમલ્લા પંથક સહિતના તાલુકાના દરેક ગામોએ યુવાનો સવારથી મકાનોની અગાસીઓ પર પતંગ ચગાવતા દેખાયા હતા. તાલુકાના બજારોમાં છેલ્લા ત્રણેક દિવસોથી પતંગોના વેચાણમાં તેજીનો માહોલ જણાયો હતો. ઉત્તરાયણના દિવસે સમગ્ર ઝઘડીયા તાલુકામાં ઘણાં બાળકો સહિત યુવાનો પણ કપાયેલી પતંગો લુંટવાનો આનંદ માણતા જણાયા હતા.

ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા રાજપારડી પંથકમાં ઉત્તરાયણ પર્વના લગભગ અઠવાડિયા અગાઉથી બજારોમાં પતંગ અને દોરના વેચાણ માટેના સ્ટોલ ઉભા થાય છે. પતંગ ચગાવવા માટેના દોરા માંજવાવાળા પણ ઉત્તરાયણના દિવસ અગાઉથી સક્રિય બનતા હોય છે. ઝઘડીયા રાજપારડી અને ઉમલ્લા એ ત્રણ ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથકો છે. આ મથકોએ ઉત્તરાયણના ત્રણેક દિવસો દરમિયાન પતંગોના વેચાણમાં તેજીનો માહોલ જણાયો હતો. હાલમાં પતંગ ચગાવવા માટેની ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી તંત્ર દ્વારા આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. હાલમાં શિયાળાની મોસમ પુરબહારમાં ખીલી છે. તેમાંયે છેલ્લા અઠવાડિયા દરમિયાન વાતાવરણમાં જબરજસ્ત ઠંડીનો ચમકારો વર્તાય છે, છતાંયે પતંગ રસીકો વહેલી સવારથીજ પતંગો ચગાવતા નજરે પડ્યા હતા. આજે ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસીકોના ઉત્સાહે સમગ્ર તાલુકામાં પતંગમય માહોલ છવાયેલો દેખાયો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ : ABC સર્કલ પાસે ચોરીનાં 13 મોબાઈલ સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં તટસ્થ તપાસની માંગણી કરી.

ProudOfGujarat

વિરમગામ : ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતાં પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!