Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા ખરચી પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની બોસ્ટીક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની કેમિકલ તથા એડહેસિવનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ઝઘડિયા જીઆઈડીસીની આસપાસના ગામોમાં સી.એસ.આર એક્ટિવિટી હેઠળ વિવિધ લોક ઉપયોગી કામગીરી કરવામાં છે.

બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા એ.આર.સી.એચ ફાઉન્ડેશનના સહયોગથી ઝઘડિયા તાલુકાના ખરચી ગામે પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ડિજિટલ સ્ક્રિન, ટચ સ્ક્રીન દ્વારા ઘણા પ્રકારના એજ્યુકેશન સોફ્ટવેર અને એનીમેટેડ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓ નવી ટેક્નોલોજીનું શિક્ષણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસના માધ્યમ દ્વારા મેથ્સ, સાયન્સ, પેઇન્ટિંગ, જનરલ નોલેજ જેવા ઘણા વિષયો પર શિક્ષણ મેળવી શકશે. બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા આ પ્રકારના સ્માર્ટ ક્લાસ દધેડા, સરદારપુરા તથા કરારવેલ ગામની પ્રાથમિક શાળાઓમાં પણ ઉપલબ્ધ કરાવી ગામડાઓની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને સારૂ એજ્યુકેશન મળી શકે તેવી ભાવનાથી આ કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે બોસ્ટીક ઇન્ડિયા કંપનીના ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ, એચ.એસ.સી હેડ રાજેશભાઈ જાની, પ્રોસેસ ઇન્ચાર્જ નીરવ વ્યાસ, કુંજન ભટ્ટ આસીસ્ટંટ મેનેજર તેમજ ડો. સાગર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત એ.આર.સી‌.એચ ફાઉન્ડેશનના હાર્દિક પંડ્યા તથા ભૂમિ બેન તેમજ ખરચી પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત ACB એ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીનાં વાઉચરને 71 હજારની લાંચ લેતા ઝડપ્યો.

ProudOfGujarat

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!