Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાંથી લાખોના સામાનની ચોરી થતા ચકચાર.

Share

ઝધડીયા જી.આઇ.ડી.સી.ની નર્મદા ક્લિનટેક લીમીટેડ કંપનીમાંથી લોખંડના સળીયા અને પાવર કેબલ મળી કુલ રૂપિયા ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ઝઘડીયા જી.આઈ.ડી.સી પ્લોટ નંબર ૯૦૪/૧ માં આવેલ નર્મદા ક્લિનટેક લિમી. કંપનીમાં ફરીયાદીની ઇફવા ઇન્ફ્રા એન્ડ રિસર્ચ પ્રા.લીમી. નામની કંપની દ્વારા બાંધકામનો કૉન્ટ્રાકટ આપવામાં આવેલ હોય બાંધકામને લગતો સામાન સળિયા- પાવર કેબલ ડ્રમો ખુલ્લા પ્લોટમાં મુકેલા હતા. તે જગ્યાએથી તા.૦૫/૦૧/ર૦ર૨૨ થી તા.૦૬/૦૧/૨૦૨૨ દરમ્યાન કોઇચોર ઇસમોએ કંપનીના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી ત્યાંથી પાવર કેબલ ડ્રમ અને બાંધકામ માટે રખાયેલા લોખંડના સળીયાની ચોરી કરાયાની પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.

Advertisement

જે અંગે ઝધડીયા પોલીસ મથકમાં નર્મદા ક્લિન્ટેક લીમીટેડ વૉટર પ્યુરિફાઇ પ્લાન્ટના આસિસ્ટન્ટ મેનેજર ચંન્દ્રકાન્ત મહાજને કંપની કંમ્પાઉન્ડમાંથી પાવર કેબલ જેની લંબાઇ ૧૪રપ મીટર જેની કિં. રૂ,૪,૮૬,૫૯૩/- તથા લોખંડના સળિયા આશરે ૫,૪૯૫ મેટ્રિક ટન જેની આશરે કિં.3. ૫,૦૦,૦૦૦/- મળી કુલ્લે- ૯,૮૬,૫૯૩/-ની ચોરી થયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.


Share

Related posts

ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા

ProudOfGujarat

સુરતમાં પાલિકાના આવાસમાં નિદ્રાવાન પરિવાર પર સીલિંગનાં પોપડાં તૂટી પડયાં : 8 મહિનાની બાળકીનું મોત.

ProudOfGujarat

ઉમરપાડાના વાડી ગામે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી એ ભ્રષ્ટાચાર આચરતા પીવાના પાણીની ટાંકી ફાટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!