Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડી વિસ્તારમાંથી વીજ કંપની દ્વારા ૨૦ લાખની વીજચોરી ઝડપાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મંગળવારે સાંજના સમયે વીજ કંપનીની રાજ્યની વિજીલન્સની ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરતા મોટી વીજ ચોરી ઝડપાઇ હતી.

વિગતો મુજબ કેટલાક જોડાણોમાંથી અંદાજે કુલ મળીને રુ. ૨૦ લાખ જેટલી વીજચોરી ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. અવનવી યુક્તિઓથી વીજચોરી કરતા પકડાયેલા વીજ ગ્રાહકોના કેબલો, લંગરીયાઓની સામગ્રી જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજચોરી કરતા ઇસમોમાં દોડધામ મચી જવા પામી હતી. રાજપારડી પંથકના ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની નવીનવી તરકીબો વાપરી વીજચોરી કરાતી હોવાનુ વીજ ચેકિંગની ટીમને જણાઇ આવ્યુ હતુ. વીજચોરી કરતા ગ્રાહકોને અંદાજે કુલ મળીને ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવા આવ્યો હતો. વીજ ચેકિંગ ટીમોએ મંગળવારે સાંજે પોલીસ બંદોબસ્ત સાથે અચાનક વીજ ચેકિંગ હાથ ધરતા વીજચોરી કરતા ઇસમો આબાદ ઝડપાવા પામ્યા હતા. વીજ કંપની દ્વારા આ ઇસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જણાવાયું હતું.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ મા રહેતા(GHB) ગ્રુપના યુવાનો દ્વારા ગંભીર હાલતમાં પડેલી ગણેશજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરાવવામાં આવ્યું*

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!