Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ નવા ઇ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાઢવાનો તેમજ આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સારસા ઉમધરા પંચાયતના વીસીઇ હરેન્દ્રસિંહ રાજના સહયોગથી સારસા ગ્રામ પંચાયત દ્વારા આજરોજ યોજાયેલ આ પ્રજાલક્ષી કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આયોજિત કાર્યક્રમમાં વીસીઇ હરેન્દ્ર રાજ સહિત ઉમધરાના પોસ્ટ કર્મી કૃણાલ વસાવા તેમજ ટીએલઇ વિજયભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ઇ શ્રમ કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડને લગતી કામગીરી ઉપરાંત લોકોના આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની કામગીરી સફળ રીતે પાર પાડી હતી. ગ્રામજનોને કેમ્પની જાણ થતાં લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાના કામો બાબતની કામગીરી નીપટાવી હતી. સારસા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર વીસીઇ હરેન્દ્રસિંહ રાજે અત્રે આવેલ લાભાર્થીઓને તેમના કામો અંગે સમજ આપી હતી. સ્થાનિક સ્તરે જરુરી કામોને લગતો કેમ્પ યોજાતા ગ્રામજનોમાં ખુશી ફેલાવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ નગરનાં ઇમરજન્સી દર્દીઓને મફતમાં ઓક્સિજન સેવા મળી રહે માટે મફતમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.

ProudOfGujarat

ભરૂચ : દોઢ વર્ષ પહેલા કોહિનૂર સોસાયટીમાંથી ચોરી થયેલ ઈકો ગાડીના સિકલીગર ગેંગ પૈકીનાં એક ઇસમની ધરપકડ.

ProudOfGujarat

અંકલેશ્વર- નગરપાલિકાના પ્રમુખ ના પોતાના ઓરડામાં જ રોડ રસ્તા ની હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે રસ્તો બનાવવાની માંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!