Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રતનપુર અને વાઘપુરા વચ્ચે રેતી ભરેલી હાઇવા ટ્રક પલ્ટી મારી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી વહન થતાં ખનીજ તેમજ બોડેલી તરફથી આવતા ઘણા રેતી ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આડેધડ અને બેફિકરાઈથી વાહન ચલાવતા હોઇ અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત મોડીરાત્રે ઝઘડિયા તાલુકાના રતનપુર અને વાઘપુરા ગામ વચ્ચે બોડેલી તરફથી રેતી ભરીને ઝઘડિયા તરફ આવી રહેલી એક ટ્રક રોંગ સાઇડ પર પલટી મારી ગઇ હતી. ટ્રકના ચાલકે ડિવાઈડર પર ગાડી ચઢાવી દેતા રોંગ સાઈડ પર ટ્રક પલટી મારી જવા પામી હોવાની વિગતો જાણવા મળી છે. જેના કારણે ઝઘડીયાથી રાજપારડી તરફ જતા ધોરીમાર્ગ પર આવતા જતા વાહનો અટવાયા હતા. રેતીની ટ્રકે પલ્ટી મારી જતા બન્ને તરફના રોડ પર રેતી વેરણ છેરણ થઇ હતી અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. ડીવાઈડર પર ટ્રક ચઢી જતા ટ્રકના આગળના બન્ને વ્હીલ છૂટા પડી ગયા હતા, જેથી ટ્રકને મોટું નુકસાન થયાનુ જણાઈ રહ્યું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનનો પીએમના હસ્તે વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

ProudOfGujarat

મૂળ નિવાસી એકતા મંચ તથા બી.ટી.ટી.પી દ્વારા મણિપુરની હિંસા મામલે રાષ્ટ્રપતિને સંબોધીને કરજણના પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયુ.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન સક્રીય થતા બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!