ઝઘડીયાની સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલને કેએલજે ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂ. ૭૫ લાખનું માતબર દાન કરવામાં આવ્યુ હતું. ગતરોજ સેવારૂરલ સંસ્થા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કંપની દ્વારા રૂ.૭૫ લાખનો ચેક સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો હતો.
કેએલજે કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈનના ૭૫ વર્ષ પુરા થઇ રહ્યા હોઇ હોસ્પિટલને રૂ.૭૫ લાખની રકમનો ચેક એનાયત કરાયો હતો. આ પ્રસંગે કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈન, આઇએએસ અરવિંદભાઇ અગ્રવાલ, ભરુચ કલેક્ટર તુષારભાઇ સુમેરા, ઝઘડીયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણી તેમજ સેવારુરલ સંસ્થા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા સ્થિત ૨૫૦ પથારીની સગવડ ધરાવતી સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલનું રૂ.૨૫ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત વધુ ૧૦૦ જેટલી પથારીની સગવડ વધારીને ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સંભાળ વિભાગ વિગેરે વિભાગોની સુવિધાઓ અધ્યતન કરવા લગભગ રૂ.૨૫ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યુ છે. સેવારૂરલ હોસ્પિટલ ખાતે રોજ ખુબ મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાને કેએલજે કંપની દ્વારા રૂ.૭૫ લાખનુ દાન કરાયું.
Advertisement