શિક્ષણની સાથેસાથે અન્ય નવતર પ્રવૃત્તિ કરનારા કેટલાક શિક્ષકોનું હરદ્રાર ( રૂડકી ) ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. રૂડકી હરદ્વાર ખાતે યોજાયેલ
અખિલ ભારતીય શૈક્ષણિક પરામર્શ અને શિક્ષક સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ખાખરીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નસીમબાનું ખોખરનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ શિક્ષિકાએ શાળા કક્ષાએ કરેલ વિવિધ નવતર પ્રયોગો તેમજ શાળાકીય વિકાસને ધ્યાને લઇને તેમની ગુરુ ચાણકય એવોર્ડ માટે પસંદગી થઇ હતી. આયોજિત કાર્યક્રમમાં વિવિધ શિક્ષણ તજજ્ઞો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ચાણકય એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં દેશના ૧૮ રાજયોના કુલ ૮૫ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાખરીપુરા શાળાના આચાર્ય નશીમબાનુનું ગુજરાત બહારની અન્ય કેટલીક સંસ્થાઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ