Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની પુસ્તક વાંચન સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

Share

ઝઘડીયા તાલુકાની શાળાઓના વિદ્યાર્થીઓએ પુસ્તક વાંચન સ્પર્ધામાં ભાગ લેતા તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.પ્રાપ્ત માહિતી મુજબ હરિપુરા સીઆરસી ની સારસા પ્રા.શાળાની ધો.૬ની વિદ્યાર્થીની રુમાનાબાનું ખત્રી, ઝઘડીયા સીઆરસી ની દુ.માલપોર પ્રા.શાળાની ધો.૭ ની વિદ્યાર્થીની જયશ્રીબેન વસાવા,રાજપારડી સીઆરસી ની સિમધરા પ્રા.શાળાની ધો.૮ની વિદ્યાર્થીની પ્રીયાબેન વસાવા, હરિપુરા સીઆરસી ની સરસાડ સરકારી માધ્યમિક શાળાની ધો.૯ની વિદ્યાર્થીની તૃષ્ણાબેન પરમાર અને પીપલપાન સીઆરસી ની જેસપોર રંગનવચેતન વિદ્યામંદિર શાળાનો ધો.૧૧નો વિદ્યાર્થી રાહુલકુમાર વસાવા પુસ્તક વાંચન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યા છે.વધુમાં જણાવાયા મુજબ તાલુકા કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.ઉલ્લેખનીય છેકે જે તે ધોરણના વર્ગથી રાજ્ય કક્ષા સુધીની પુસ્તક વાંચન સ્પર્ધા યોજવામાં આવી રહી છે.પુસ્તક વાંચન સ્પર્ધાથી બાળકોની વાંચન પ્રત્યેની રૂચિમાં વધારો થાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ટેગ્રોસ કેમિકલ કંપનીમાં ધડાકો, 10 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

આમોદ નગરપાલિકામાં ત્રણ વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ : ભારતીય જનતા પાર્ટીના રાજીનામુ મુકેલ પાંચ સભ્યોમાંથી એક સીટ અપક્ષે આંચકી

ProudOfGujarat

ભરૂચ : લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામનાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!