Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના નવાઅવિધા ગામની ગોચરની જગ્યામાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લામાં દારુ જુગારની બદી બાબતે કડક અમલ કરાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માહિતિ મળી હતી કે નવાઅવિધા ( ખડોલી) ગામે ગોચરની ખુલ્લી જગ્યામાં બાવળીયાની ઓથમાં બેસીને મોબાઇલની ટોર્ચના અજવાળામાં કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિક્રમભાઇ દિલિપભાઇ વસાવા, મુકેશભાઇ રમેશભાઈ વસાવા, અનિલભાઇ રમણભાઇ વસાવા, સહદેવભાઇ શનાભાઇ વસાવા, અભયભાઇ મહેશભાઇ વસાવા અને રાકેશભાઇ દિનેશભાઇ વસાવા તમામ રહે.નવાઅવિધા ( ખડોલી) તા.ઝઘડીયાનાને રોકડા રુપિયા તેમજ મોબાઇલ નંગ ૪ મળી કુલ રુ.૧૯,૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરીને સામાજિક અંતર રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા પકડાઇ ગયેલ હોઇ તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવા વર્ષની શરુઆતે પોલીસે જુગારીયા પ્રત્યે લાલઆંખ કરતા પંથકમાં દારુ જુગારની બદી સાથે સંકળાયેલા અસામાજિકોમાં નાસભાગ મચી જવા પામી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સંત વિજયદાસ સેવાશ્રય ટ્રસ્ટ, ડાકોર દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની સુરવાડી ફાટક પર નવનિર્માણ પામેલ ફ્લાય ઓવર બ્રિજનું મા.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટલેનાં હસ્તે કરાયું ઇ લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!