Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના રાણીપુરા ગામે ચુંટણીની અદાવતે શેરડી સળગાવી દેતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ગત તા.૨૯ મીના રોજ રાતના સમયે ગામના મકોડિયા વગા, કાછી વગા, ઝોરા વગા અને ચાડિયા વગામાં આવેલ ૧૬ જેટલા શેરડીના ખેતરોમાં કોઇએ આગ લગાડી દેવાતા આ ખેડૂતોને રુ.પાંચ લાખ જેટલું નુકશાન થયુ હતુ. આ ઘટના બાબતે તે સમયે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. આ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કોઇ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે ૨૦૦૭ ની સાલથી ૨૦૨૧ સુધી રાણીપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી નથી થઇ. અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી. જ્યારે હાલમાં ગામમાં ચુંટણી યોજાઇ હતી. દરમિયાન આજરોજ રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ મનોજભાઇ ઠાકોરભાઇ દેસાઇ સહિતના પંચાયત સદસ્યોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી દઇને ખેડૂતોને લાખો રુપિયા નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવેદનમાં વધુમાં જણાવાયુ હતુ કે અગાઉ પણ રાણીપુરા ગામે સરકારી તેમજ પંચાયતની માલિકીની મિલકત અને સામાનને નુકશાન પહોંચાડવા ઉપરાંત તેની ચોરી થતી હોવાના બનાવો તેમજ ખેતરોમાં પણ ચોરી અને ભેલાણના બનાવો બનતા હતા. હાલમાં ૧૬ ખેતરોના ૭૦ વિઘા જમીનમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગાવી દઇને ખેડૂતોને નુકશાન પહોંચાડવાનું કૃત્ય ચુંટણીની અદાવતે જ કરાયુ હોવાની રજુઆત કરીને આવા અસામાજિક તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર : ગડખોલ ગામમાં લગાવેલ બેનરો અજાણ્યા ઇસમોએ ફાડી નાંખતા ભાજપનાં કાર્યકરોમાં રોષની લાગણી ભભૂકી.

ProudOfGujarat

પંચમહાલ : જાંબુઘોડા તાલુકાના જોટવડના યુવાને બે ભૂત વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી, ભૂતે મારી નાંખવાની ધમકી આપ્યો હોવાનો આક્ષેપ..જાણો શું છે મામલો.

ProudOfGujarat

ભરૂચ કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!