Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના તવડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તવડી ગામે આજે તા.૩૧ મીના રોજ ૬ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાસેતુ માં બામલ્લા શીર તવડી ખાલક કેશરવા અને મહુવાડા ગામોના નાગરીકોના વિવિધ કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ દાખલાઓ રેશનકાર્ડને લગતી અન્ય કામગીરીઓ ઉપરાંત બીજા પણ કેટલાક વિભાગો અંતર્ગત લોકોના કામોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. ઝઘડીયા નાયબ કલેક્ટર અને મામલતદારન‍ા માર્ગદર્શન હેઠળ વિવિધ ગામોના તલાટીઓ તેમજ તાલુકાના અને અન્ય વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સેવાસેતુ કાર્યક્રમમાં ફરજ બજાવી લોકોના કામોનો સ્થળ પર નિકાલ કરવાની કામગીરી કરી હતી॰

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા માઈક્રો સાયન્સ લેબનું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

માંગરોળની એસ.બી.આઇ. બેંકમાં એક જ કાઉન્ટરથી ગ્રાહકોને ભારે હાલાકી…

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લખતર સોશિયલ મીડિયા અને ન્યુઝમાં રેશનિંગનાં ઘઉં પકડાયાનાં સમાચાર વહેતા થતા લખતરનું સરકારી તંત્ર હરકતમાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!