Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા : ઉમલ્લા દુ.વાઘપુરા ગામે વેપારી મંડળના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરિફ વરણી

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે અનાજ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે બિનહરિફ વરણી કરવામાં આવી હતી. ઉમલ્લા દુ.વાઘપુરા ખાતે અનાજ કરિયાણા વેપારી મંડળના પ્રમુખ તરીકે અત્રેના અગ્રણી વેપારી વિનોદચંદ્ર વાડીલાલ શાહ છેલ્લા ૫૦ વર્ષથી સેવા આપતા હતા. તેઓએ હાલમાં પોતાની વયોવૃદ્ધ ઉંમરને લઇને પ્રમુખપદેથી સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરી હતી. તેથી ઉમલ્લા દુ.વાઘપુરા અનાજ કરિયાણા વેપારી મંડળની મળેલ બેઠકમાં મંડળના નવા પ્રમુખ તરીકે ઉમેશભાઈ પ્રવીણભાઈ અગ્રવાલ તેમજ ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ શંકરભાઈ મોદીની બિનહરિફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદાય લેતા પ્રમુખ વિનોદચંદ્ર (વિનુભાઇ) એ વેપારી મંડળના પ્રમુખ તરીકે આપેલ સેવાઓને બિરદાવવામાં આવી હતી. મંડળના નવનિયુક્ત હોદ્દેદારોએ વેપારી મંડળ દ્વારા તેમનામાં મુકવામાં આવેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ વેપારી મંડળના વિવિધ કામો પ્રશ્નો બાબતે હંમેશા કટિબદ્ધ રહેશે એમ જણાવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

ProudOfGujarat

ભરૂચમાં દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે ક્રાઇમ બ્રાંચના હાથે બે ઝડપાયા, એક વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!