ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામ નજીક નર્મદા નદીના ભાઠામાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા હતા, જ્યારે પોલીસની રેઇડ જોઇને આઠ ઇસમો નાસી છુટ્યા હતા.
ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પીએસઆઇ ડી.આર.વસાવા પાણેથા આઉટ પોસ્ટ વિસ્તારમાં હે.કો.દિલિપભાઇ વસાવા અને ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતીકે ઇન્દોર ગામે નર્મદાના ભાઠામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળીને પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ( ૧ ) જીવાશા મલંગશા દિવાન રહે, ઇખર તા.આમોદ જી.ભરૂચ ( ૨ ) બળદેવભાઇ બેચરભાઇ વસાવા રહે, સીમળી તા.કરજણ જી.વડોદરા ( ૩ ) પંકજભાઇ ભાયલાલભાઇ પટેલ રહે, દ્વારકેશ સોસાયટી કપુરાઇ ચોકડી વડોદરા મુળ રહે, લીંગસ્થળી તા.ડભોઇ જી.વડોદરા ( ૪ ) ઇલ્યાસભાઇ કાસમભાઇ ઘાંચી રહે, ચોરંદા તા.કરજણ જી.વડોદરા ( ૫ ) ઇલ્યાસભાઇ ફકરૂભાઇ મલેક રહે, ચોરંદા તા.કરજણ જી.વડોદરા તેમજ ( ૬ ) ફારૂખભાઇ મુસાભાઇ માસ્તાર રહે, ઇખર તા.આમોદ જી.ભરૂચનાને રોકડા રુપિયા, મોબાઇલ નંગ ૩ તેમજ ત્રણ મોટરસાયકલ મળીને કુલ રુ.૯૧૬૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે પોલીસની રેડ જોઇને ( ૧) ઇમરાનભાઇ યુસુફભાઇ ( ૨ ) યુસુફભાઇ અકબરભાઈ, જુગાર ચલાવનાર ( ૩ ) અબ્દુલભાઇ બટાક ( જેના પુરૂ નામની ખબર નથી ( ૪) સિકંદરભાઇ બચુભાઇ ( ૫ ) રફિકભાઇ સિદદિકભાઇ તમામ રહે, ઇન્દોર તા.ઝઘડીયા જી.ભરૂચ ( ૬ ) ટીનાભાઇ નગીનભાઇ રહે, બચાર તા.કરજણ જી.વડોદરા ( ૭ ) ભરતભાઇ ( જેના પુરુ નામની ખબર નથી રહે. વેમારગામ તા.કરજણ જી.વડોદરા ( ૮ ) નારણભાઇ ( જેના પૂરુ નામની ખબર નથી ) રહે, કુરાલી ગામ તા.કરજણ જી.વડોદરાના નાશી છુટ્યા હતા. ઉમલ્લા પોલીસે આ જુગાર રમતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તેમજ નાશી છુટેલ ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.