Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ભાજપ યુવા મોરચાનો “યુવા જોડો અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લાનો પ્રવાસ કર્યો.

Share

આજરોજ તારીખ ૨૮ ના રોજ ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો દ્વારા યુથ ચલા બુથ ( યુવા જોડો અભિયાન ) અંતર્ગત નર્મદા જિલ્લામાં વિસ્તારક તરીકે પ્રવાસ કરીને ત્યાંના સ્થાનિક યુવા મિત્રોને ભાજપા યુવા મોરચાની સદસ્યતા અપાવી, તેઓના ફોનમાં ઈ – કાર્ડ ડાઉનલોડ કર્યા, સાથે પ્રદેશ યુવા મોર્ચાના મહામંત્રી ઈશાંત ભાઈ સોની, નર્મદા જિલ્લા યુવા મોરચા પ્રમુખ ગૌરાંગભાઈ, રાજપીપળા શહેર યુવા મોરચા પ્રમુખ દર્શનભાઈ સહિત કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધી. આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકામાંથી તાલુકા ભાજપા યુવા મોરચાના ઉપપ્રમુખ પાર્થભાઈ પટેલ, તાલુકા આદિજાતિ મોરચા મંત્રી કિરણભાઈ વસાવા, સોશીયલ મિડીયા ઇન્ચાર્જ મિતેશભાઈ મૈસુરિયા, ઝઘડિયા વિધાનસભા સોશીયલ મિડીયા ઈનચાર્જ કિરીટભાઈ વસાવા જોડાયા હતા અને નર્મદા જિલ્લામાં વિસ્તારક તરીકે પ્રવાસ કર્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક

ProudOfGujarat

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા, બે ફરાર.

ProudOfGujarat

ભરૂચ : ડૉ. આંબેડકર ભવન ખાતે આત્મનિર્ભર નારી શક્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!