Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : યુપીએલ કંપનીનાં હેલ્પરે ઉત્પાદન અધિકારી પર હુમલો કર્યો.

Share

ઝધડીયાની યુપીએલ કંપનીનાં હેલ્પરે એવું કહી હુમલો કર્યો કે “તારે જેને કહેવું હોય તેને કહી દે તું કહે તે કામ હું નહીં કરું”. ઉશ્કેરાયેલા હેલ્પરે વાંસનાં દંડા વડે સપાટા મારી હુમલો કર્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી. ઝધડીયા GIDC માં આવેલ યુપીએલ કંપનીમાં કાશીનાથ રામઅવતાર પાંડે હાલ રહે. કાપોદરા પાટિયા અંકલેશ્વર ઉત્પાદન અધિકારી તરીકે છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવે છે. ગત રોજ કાશીનાથ પાંડે કંપનીમાં ફરજ પર હતો તે દરમ્યાન કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ગજેન્દ્ર પાલને કામ કરવા બાબતે જણાવેલ જેથી ગજેન્દ્રને કહ્યું કે “તારે જેને કહેવું હોય તેને કહી દે તું કહે તે કામ હું નહીં કરું” તેમ કહી તે એકદમ ઉશ્કેરાય જઇ કાશીનાથ પર હુમલો કર્યો હતો. ગજેન્દ્રએ વાંસનાં દંડા વડે કાશીનાથનાં હાથ, પીઠ, જાંઘના ભાગે સપાટા મારી માં બેન સમાન ગાળો બોલતા જય ઢીકા પાટુનો માર માર્યો હતો, કાશીનાથે બુમાબુમ કરતાં કંપનીનાં અન્ય કર્મચારીઓ દોડી આવતા તેને બચાવ્યો હતો. જતાં જતાં ગજેન્દ્રએ એવી ધમકી કાશીનાથને આપેલ કે તું કંપનીની બહાર મળશે તો તને માર મારીશ. આ ધટના બાબતે કાશીનાથ પાંડેએ ગજેન્દ્ર પાલ વિરુદ્ધ ઝધડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 8 થઈ, સક્રિય કેસોની સંખ્યા 6

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપલા રેલ્વેલાઇન પર સ્ટેશન ઉધોગનગર વચ્ચેની ફાટક તા.૧૮ થી ‍૧૯ બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!