Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ચુંટણીમાં ઉમેદવારી કરવાની અદાવતે પાઇપથી હુમલો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે ચુંટણીમાં કેમ ઉમેદવારી કરતા હતા તેમ કહીને લોખંડના પાઇપથી હુમલો કરાયો હોવાનો બનાવ બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે રહેતો રાકેશભાઇ રમણભાઇ સોલંકી ગત તા.૨૦ મીના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઇને ઝઘડીયા જીઆઇડીસીમાં કામ માટે જતો હતો ત્યારે ગામમાં રહેતો શનાભાઇ ભાવસીંગભાઇ વસાવા મળેલ અને તેને રોકીને કહેવા લાગેલ કે તમે કેમ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરતા હતા? ત્યારે રાકેશે જણાવેલ કે અમે ઉમેદવારી કરીએ કે ના કરીએ તે અમારી મરજીની વાત છે. આ સાંભળીને શનાભાઇ ગાળો બોલવા લાગેલ. અને પછી શનાભાઇએ નજીકમાં પડેલ પાઇપના સપાટા માર્યા હતા. આ હુમલામાં રાકેશને શરીરના વિવિધ ભાગો પર ઇજાઓ થઇ હતી. ત્યારબાદ શનાભાઇએ કહેલ કે મને સરપંચમાં જીતી જવાદો પછી તમારી વાત છે, એમ કહીને ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત રાકેશને ઉમલ્લા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજપિપલા લઇ જવાયો હતો. આ અંગે રાકેશભાઇ રમણભાઇ સોલંકીની ફરિયાદ મુજબ ઉમલ્લા પોલીસે શનાભાઇ ભાવસીંગભાઇ વસાવા રહે.ગામ રાયસીંગપુરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વડોદરા : કરજણ ખાતે મુસ્લિમ સૈયદ સાદાત સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : શ્રી.એન.ડી. દેસાઈ સાર્વ. હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહ ધો.12 નું 83.29% પરિણામ આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ 10 દર્દીઓ નોંધાતા કુલ સંખ્યા 1044 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!