Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ

Share

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આજે ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજયી થયેલ સરપંચ કાલિદાસ વસાવાની વિજય રેલી નીકળી હતી. રાજપારડીના મુસ્લિમ અગ્રણી સૈયદ ઇમ્તિયાજ બાપુ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ સમર્થિત પેનલના સરપંચ પદના ઉમેદવાર કાલિદાસ વસાવા મતગણતરી બાદ વિજેતા જાહેર થયા હતા. આજે તેમનું વિજય સરઘસ નીકળ્યુ હતુ, જે નગરમાં ફર્યુ હતુ. આ વિજય રેલીમાં નવ નિયુક્ત સરપંચ કાલિદાસ વસાવા સૈયદ ઇમ્તિયાજ બાપુ, પ્રકાશ દેસાઇ, રિતેશ વસાવા, અગ્રણી ભુપેન્દ્રસિંહ રાઠોડ તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજેતા સદસ્ય નિલેશભાઇ ચૌહાણ સહિત અન્ય વિજેતા સભ્યો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. વિજેતા ટીમે રાજપારડીના મતદારોએ તેમનામાં મુકેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ જનતાના આ વિશ્વાસને સાર્થક કરવા કટિબદ્ધ બનશે એમ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે કાલિદાસ વસાવા આ પહેલા પણ રાજપારડીના સરપંચ પદે રહી ચુક્યા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચના માંચ ગામ ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના ૮૧૦ મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન 3 નો અમલ કરવા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામની જમીન ઉપર ગેરકાયદેસર બનાવેલ જંગલ રિસોર્ટના દબાણને દૂર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભીલીસ્તાન ટાઇગર સેના દ્વારા આવેદન પત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!