Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સમરસ પેનલ વિજયી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની ૬૭ ગ્રામ પંચાયતોની ચુંટણી તા.૧૯ મીના રોજ યોજાઇ હતી. આજરોજ તા.૨૧ મીના રોજ ઝઘડીયા ખાતે મતગણતરી યોજાતા ઝઘડીયા ખાતે તાલુકાના ગામોએથી મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. સાંજના પાંચ વાગ્યે ૩૬ જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ બહાર પડી ચુક્યા હતા. ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે સમરસ પેનલનો જલવંત વિજય થયો હતો. વિજયી સભ્યોમાં વોર્ડ ૧ સુશીલાબેન શનાભાઇ વસાવા, વોર્ડ ૨ બિનહરિફ મનોજભાઇ ઠાકોરભાઇ દેસાઇ, વોર્ધફ ૩ ઠાકોરભાઇ બેચરભાઇ સોલંકી, વોર્ડ ૪ વૈશાલીબેન અજયભાઇ વસાવા, વોર્ડ ૫ અનુપમાબેન રાજુલભાઇ પટેલ, વોર્ડ ૬ શકુંતલાબેન રવિન્દ્રભાઇ વસાવા, વોર્ડ ૭ કમલેશભાઇ સોમાભાઇ વસાવા સમરસ પેનલમાંથી વિજયી થયા હતા. વિજયી ઉમેદવારોને તેમના સમર્થકોએ અભિનંદન આપીને આવકાર્યા હતા. સરપંચ પદે મીતાબેન સુરેશભાઇ વસાવા વિજયી થયા હતા. વિજયી સભ્યો અને સરપંચે પોતે ગામના ઉતરોત્તર વિકાસ માટે કટિબદ્ધ હોવાની લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે ભારતનું પ્રથમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સિક્યોરિટીઝ ફંડ

ProudOfGujarat

ભરૂચ : આદિવાસી સમાજને અંગત અદાવતમાં હેરાનગતિ કરાતા BTTS અને BTP દ્વારા જિલ્લા કલેકટરને આવેદન.

ProudOfGujarat

અંકલેશ્વર ઇનરવહીલ કલબ ઘ્વારા આજરોજ જીઆઇડીસી શાક માર્કેટ ખાતે કાપડ ની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!