Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા ખાતે દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દશા શ્રીમાળી વણિક સમાજ દ્વારા ગતરોજ નવચંડી યજ્ઞ યોજાયો હતો. સમસ્ત જ્ઞાતિ જનોની સુખ સંપતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તેવા આશયથી આ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દશા શ્રીમાળી વણિક પંચની વાડી મહાલક્ષ્મી મંદિર ખાતે આ નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ નવચંડી યજ્ઞમાં ૧૬ જેટલા યુગલોએ ભાગ લીધો હતો. ઝઘડિયાના વાસુદેવ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે યજમાનો પાસે યજ્ઞમાં આહુતિ અપાવી હતી. નવચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે દશા શ્રીમાળી વણિક સમાજના અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વાપી વલસાડ તેમજ મુંબઈ સ્થિત પરિવારજનો ઝઘડિયા ખાતે આવ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આઇ-ખેડૂત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ અંગે

ProudOfGujarat

સાયકલ પર કોલેજ આવી પર્યાવરણ બચાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપવા રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી 

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!