Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડીયા તાલુકાના તેજપોર ગામની સીમમાં દીપડાએ બકરીનું મારણ કર્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના તેજપોર ગામે આજરોજ બપોરના સમય દરમિયાન ગામના દશરથભાઈ ચંદુભાઈ વસાવા નામના પશુપાલક તેમના પશુઓ લઇને તેજપોર અને આંબાખાડી ગામ વચ્ચે આવેલ ડુંગર પાસે ચરાવવા માટે ગયા હતા, તે દરમિયાન અચાનક તેમના બકરા ઉપર એક દીપડાએ હુમલો કર્યો હતો. બકરાનો અવાજ આવતા તેઓ નજીક દોડી ગયા હતા. એક દીપડા દ્વારા એક બકરી ઉપર હુમલો કરાયો હોવાનું જણાયુ હતુ.

દિપડાના હુમલામાં જખ્મી થયેલ બકરીનું સ્થળ પરજ મોત થયું હતું તેમજ દીપડાએ અન્ય એક બકરીને પણ પગના ભાગે પકડી લેતા તેને પણ ઇજા થઈ હતી. જોકે અન્ય લોકો દોડી આવતા દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના ઘણા વિસ્તારોમાં અવારનવાર દિપડા દ્વારા પશુઓનું મારણ કરવાની ઘટનાઓ બનતી દેખાય છે. ઘણીવાર દિપડાઓ માનવ વસતીમાં પણ આવી જતા હોય છે, આને લઇને તાલુકાની જનતામાં ભયની લાગણી જોવા મળે છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ૮ જેટલા વોર્ડમાં પાણી કાપ-જાણો વધુ

ProudOfGujarat

નર્મદા ડેમની સપાટીમાં વધારો, સપાટી 123.49 મીટરે પહોંચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!