Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું.

Share

ભરૂચ તથા નર્મદા જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાં કાર્યરત નાના મોટા સમાજોના આગેવાનો દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના સમાજ ભેગા મળી શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની સંસ્થા બનાવી છે. શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આજરોજ ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ-અલગ નાના-મોટા પાટીદાર સમાજના પ્રમુખો અને આગેવાનો ચિંતન સભા ભરૂચ નર્મદા ચોકડી પટેલના મોટેલ ખાતે આયોજિત કરી હતી. આ ચિંતન સભામાં સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચના નરેશભાઈ પટેલ તથા ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ, ૨૫ ગામ લેઉવા પાટીદાર પંચ કલીયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજ, આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ, વીસ ગામ જૂના રાજના પાટીદાર સમાજ રાજપીપળા, કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ ભરૂચ નર્મદા, છન્નુ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચ, બાવીસ ગામ લેવા પટેલ સમાજ કરજણ, બાર ગામ લેઉવા પટેલ સમાજ અંકલેશ્વર, લેઉવા પાટીદાર સમાજ જંબુસર, ચરોતર પાટીદાર સમાજ ભરૂચ તથા શ્રી પાટીદાર સમાજના પ્રમુખો, મંત્રીઓ તથા સમાજના અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ચિંતન સભામાં સમાજના આગેવાનો દ્વારા સમાજમાં પ્રવર્તતી અનેક સમસ્યાઓના નિવારણ માટે હાલમાં કાર્યકારી સમિતિ તથા રેગ્યુલર સમિતિ બનાવવાની ટહેલ નાંખી હતી. જાગૃત સુરક્ષિત અને શિક્ષિત સમાજની રચના માટે આર્થિકતા અને સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજનો ઉપયોગ રાજકારણમાં ના થાય પરંતુ સમાજ માટે રાજકારણનો ઉપયોગ કરવાની ટકોર પણ ઉપસ્થિત સમાજના વડીલો દ્વારા કરવામાં આવી હતી. વડીલોએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે એક દોરો સહેલાઈથી તૂટી જશે પરંતુ એકથી વધુ દોરા ભેગા હશે તો દોરડું બની જશે તેમ જણાવ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાની ભૂમિ પશ્ચિમ સાગર અને રાજ્યની એકમાત્ર બારમાસી નદી હોવા છતાં ક્ષાર યુકત પાણીના કારણે પરંપરાગત ખેતી નબળી થવાથી આ વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો તથા યોજનાઓ દ્વારા રાજ્ય અને દેશભરના લોકો વસ્યા જેથી ખેડૂત ફક્ત ખેતી પર નિર્ભર રહેતા નોકરી-ધંધા દ્વારા પૂરક આવક મેળવતા થયા હતા ભૂમિ અને પાણીની સમસ્યાના કારણે ઉદ્યોગો આવ્યા પણ ખેડૂતોની ભૂમિ સ્થળાંતર વધ્યું જેથી આ બંને જિલ્લામાં વસતા પાટીદારોની એક બે પેઢીથી સાંસ્કૃતિક ધોવાણ જોવામાં આવે છે તેવો સૂર ઉઠ્યો હતો. આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં પાટીદાર સમાજના શિક્ષણ રોજગાર ધંધા આર્થિક-સામાજિક કૃષિલક્ષી બાબતો પર વિસ્તૃતમાં ચિંતન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સાબરકાઠાં જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ દોરી,ચાઈનીઝ લોન્ચર અને ચાઇનીઝ લેન્ટર્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

મોરબીના મકનસર ગામે રખડતા ઢોરે આધેડને અડફેટે લેતા સારવાર માટે ખસેડાયા

ProudOfGujarat

સુરત જિલ્લાનાં નવ તાલુકાઓનાં દલિત સમાજનાં આગેવાનો દ્વારા હાથરસમાં બનેલી ઘટનામાં સંડોવાયેલાઓને ફાંસીની માંગ સાથે માંગરોળનાં નાયબ મામલતદાર મયુરભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!