Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોના ઉમેદવારો હાજર રહ્યા હતા. પીએસઆઇ જે.બી.જાદવે ચુંટણી શાંતિમય માહોલ વચ્ચે તટસ્થ રીતે યોજાય તેનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇએ જણાવ્યુંકે ચુંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તેવો માહોલ ઉભો કરવા માટે ઉમેદવારોએ ખાસ કાળજી રાખવી પડશે. ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૨ ગ્રામ પંચાયતોમાં હાલ ચુંટણી નથી યોજાવાની, જ્યારે એક પંચાયત બિનહરિફ જાહેર થતાં હવે ૧૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે. પીએસઆઇ જે.બી.જાદવના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કુલ ૪૨ મતદાન મથકો છે, જે પૈકી ૯ મતદાન મથકો સંવેદનશીલ તેમજ ૧૭ મતદાન મથકો અતિસંવેદનશીલ છે જયારે ૧૬ મતદાન મથકોનો સામાન્ય મથકોમાં સમાવેશ થાય છે. ચુંટણી એ લોકશાહીનું મહાપર્વ ગણાય છે ત્યારે ચુંટણી કોઇપણ જાતના વૈમનશ્ય વિના તટસ્થ રીતે શાંતિમય માહોલ વચ્ચે સંપન્ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉપસ્થિત ઉમેદવારો અને અગ્રણીઓએ આ સુચનને વધાવી લઇને ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પુરો સહયોગ આપવા ખાતરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અમલીકરણ બાબતે વિરોધ પ્રદર્શન કરાયુ.

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર આવેલ સાઇન સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાના કેમ્પમાં એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે ભાગ લેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!