Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના કાલિયાપુરા ગામે પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા અવારનવાર સી.એસ.આર ફંડ હેઠળ ગામડાઓમાં પ્રજાલક્ષી કામગીરી કરવામા આવે છે. જે અંતર્ગત આજરોજ ઝઘડિયા તાલુકાના બામલ્લા ગ્રામ પંચાયતના કાલિયાપુરા ખાતે પીવાના પાણી માટે ૨૦ હજાર લીટરની ક્ષમતા વાળી પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલની ઉપસ્થિતમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વીનુંભાઈ ઘોરી તેમજ બામલ્લા ગામના સરપંચ નગીનભાઇ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં. ઉમલ્લાની આજુબાજુના ગામોમાં રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા સીએસઆર હેઠળ લોક કલ્યાણના વિવિધ કામો કરવામાં આવે છે. રાજશ્રી પોલીફિલ કંપની દ્વારા સીએસઆર કામ હેઠળ શિક્ષા, સ્વાસ્થ્ય, જળસંચય, સંરક્ષણ, પશુધન વિકાસ જેવા કામો કરવામાં આવે છે. ગ્રામજનોએ આ પ્રસંગે રાજશ્રી કંપનીનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

સરાર ગામની એક સ્કૂલ માં તાળાબંધી…

ProudOfGujarat

ચાલ ચરિત્ર : એક શબ્દએ નવસારી પાલિકાની સભા ગજવી

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે દશામાની પ્રતિમા વેચાણ નહીં થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!