Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીનું સ્પષ્ટ બનેલ ચિત્ર-૭૪ પૈકી ૭ પંચાયતો સમરસ.

Share

ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતાંજ ભરૂચ જિલ્લામાં ચુંટણીનો માહોલ છવાયો હતો. જિલ્લાના વિવિધ ગામોમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ચુંટણીની જાહેરાત થતાની સાથે જ પોતાના સમર્થકો સાથે ચુંટણીલક્ષી બેઠકો યોજવાની શરુઆત કરી દીધી હતી. ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવતા ઝઘડીયા તાલુકામાં પણ હાલ ચુંટણીનું વાતાવરણ જામ્યુ છે. તાલુકામાં હાલ ભર શિયાળે ચુંટણીનો ગરમાવો જણાય છે. ચુંટણી પ્રક્રિયા શરુ થતાની સાથે જ ચુંટણીમાં ઉમેદવારી કરવામાં જરુરી એવા વિવિધ દાખલાઓ તેમજ સોગંદનામાની કામગીરીમાંં મોટો ઉઠાવ આવ્યો હતો.

ઉમેદવારી પત્રો ભરવાના દિવસો દરમિયાન તાલુકા મથક ઝઘડીયાના સેવા સદન ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની મોટી હાજરીથી મેળા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફોર્મ ભરવાની શરુઆત થયા બાદ તેની ચકાસણી થયા પછી ફોર્મ પાછા ખેંચવાની અવધી પુર્ણ થતા હાલ તાલુકામાં ચુંટણી ચિત્ર સ્પસ્ટ બન્યુ છે. ઝઘડીયા તાલુકામાં કુલ ૭૪ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે. આ ૭૪ ગ્રામ પંચાયતો પૈકી કુલ ૭ પંચાયતો બિનહરિફ જાહેર થતા હવે કુલ ૬૭ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાશે. તાલુકામાં બિનહરિફ થયેલ પંચાયતોમાં નાનાવાસણા, ઓરપટાર, મોટાવાસણા, ધારોલી, જેસપોર, ઉચ્છબ અને વંઠેવાડ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. તાલુકામાં કુલ ૧૩૮ મતદાન મથકો પર ચુંટણીલક્ષી કામગીરી થશે, જે પૈકી સાત પંચાયતો બિનહરિફ જાહેર થતાં કુલ ૧૩૮ પૈકી ૧૨૮ મતદાન મથકો પર ચુંટણી યોજાશે. તાલુકાના મતદાન મથકોમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદ‍ાન મથકો પર ચુંટણી પંચ તેમજ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. તાલુકામાં નોંધાયેલા કુલ ૧૦૮૭૬૬ મતદારો પૈકી ૫૫૬૭૦ જેટલા પુરુષ મતદારો અને ૫૩૦૯૬ જેટલા સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

Advertisement

ઉમેદવારી પત્રો ભરવાની શરુઆત બાદ તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે સરપંચપદ માટે કુલ ૩૧૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા, ત્યારબાદ તે પૈકી ૧૧૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી અને ૭ ગ્રામ પંચાયતો બિનહરિફ જાહેર થતાં તાલુકામાં હવે સરપંચ પદ માટે કુલ ૧૯૧ ઉમેદવારો ચુંટણી જંગમાં રહ્યા છે. તાલુકાની ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યો માટે કુલ ૧૫૮૩ ફોર્મ ભરાયા હતા, જે પૈકી ૧૮૮ પાછા ખેંચાયા હતા. હવે સાત ગ્રામ પંચાયતો બિનહરિફ જાહેર થતાં ૮૧ જેટલા વોર્ડમાં ચુંટણી નહિ યોજાય તેથી હવે વોર્ડ સભ્યોની ચુંટણીમાં કુલ ૧૩૧૪ જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તાલુકામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ચુંટણી યોજાય અને મતદારો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તાલુકાના ઝઘડીયા ઉમલ્લા અને રાજપારડી પોલીસ સ્ટેશનો દ્વારા ચુંટણીને લઇને પરવાનાવાળા હથિયારો જમા લેવાની તેમજ કેટલાક ગુનેગાર ઇસમોના જામીન લેવાની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ચુંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. ગ્રામ પંચાયતોની ચુંટણી સ્થાનિક લેવલની ચુંટણી હોવાથી આ ચુંટણીનું સ્થાનિક સ્તરે મોટું મહત્વ મનાય છે. ઝઘડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ બની ચુક્યુ છે, ત્યારે સરપંચપદના ઉમેદવારો પોતે તથા પોતાની પેનલના વોર્ડ સભ્યોને જીતાડવાની કોશિશમાં વ્યસ્ત બન્યા છે. તાલુકામાં હાલ ચુંટણીનો માહોલ પુર્ણકળાએ ખીલેલો જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં ATM તોડી લાખોની મત્તા પર હાથફેરો કરવા આવેલ મૂળ યુ.પી નો ઈસમ પોલીસના હાથે ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી દાવલસા શેરીમાં એક મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશનરોડ પાસે ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી હંગામી રીતે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!