ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી એક દિપડાને ઝડપી લેવાયો હતો. ગામમાં દિપડો જણાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. ત્યારબાદ દિપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામમાં દિપડાની હાજરી દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમ દ્વારા સ્થાનિકોની મદદથી દિપડાને ઝડપી લેવા બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં હતુ. ત્યારબાદ સ્થાનિકો તેમજ વનવિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન ગત રાત્રીએ દિપડો પાંજરે પુરાયો હતો. વનવિભાગ દ્રારા ઝઘડીયાની કચેરી ખાતે દિપડાને પહોચાડાયો હતો. વનવિભાગ દ્વારા ઝડપાયેલ દિપડાને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દિપડાની ઉંમર અંદાજે ૫ વર્ષ અને તેનુ વજન અંદાજે ૪૦ કીલો જેટલું હોવાનુ જણાવાયુ હતુ.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ