Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાયસીંગપુરા ગામે યુવકે ગળે ફાંસો ખાતા કરુણ મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે એક ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર કોઠીના ઝાડ પર કમર પટ્ટાથી ગળાફાંસો ખાઇ લેતા આ યુવકનું કરુણ મોત નીપજ્યુ હતું.

આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાયસીંગપુરા ગામે રહેતા મોતીભાઇ મંગાભાઇ વસાવાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી નાના છોકરાનું નામ જયેશ છે. ગતરોજ સાંજના સાતેક વાગ્યે મોતીભાઇ બન્ને પુત્રો સાથે ગામના ચોરાએ બેસવા ગયા હતા. ત્યારબાદ આઠેક વાગ્યાના અરસામાં નાનો પુત્ર જયેશ ઘરે જમવા ગયો હતો. થોડીવાર પછી મોતીભાઇ તેમના મોટા પુત્ર સાથે ઘરે ગયા હતા, તે સમયે જયેશ ઘરે હાજર હતો નહિ અને થોડીવારમાં આવુ છું, એમ કહીને ગયો હોવાનું જાણવા મળ્યુ હતું. ત્યારબાદ રાતના નવેક વાગ્યે તેમણે જયેશને ફોન કરેલ પણ તેણે ઉઠાવ્યો નહતો. રાતના દસેક વાગ્યાના અરસામાં ફળિયાના માણસોથી જાણવા મળ્યુ હતુ કે ખાડી ફળિયામાં કોઠીના ઝાડ સાથે કમર પટ્ટાથી જયેશે ગળાફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજેલ હતું. આ બાબતે મૃતકના પિતા મોતીભાઇ મંગાભાઇ વસાવાએ ઉમલ્લા પોલીસમાં ઘટનાની જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઇને તેનું પી.એમ.કરાવવા મોકલી આપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. રાયસીંગપુરાના આ ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા તેના મૃત્યુ બાબતે હાલતો રહસ્ય સર્જાયેલું દેખાય છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ


Share

Related posts

રાજપીપળા નગરપાલિકા દ્વારા હલકી ગુણવત્તાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજનું અપમાન કરાતું હોવાનો યુવાનનો આક્ષેપ ?!!

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ તેમજ જીવનસાથી પરિચય પસંદગી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!