ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા નરેશભાઈ અખાડભાઈ વસાવા ઝગડિયા જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે.નરેશભાઈના લગ્ન છ માસ અગાઉ અંકલેશ્વર તાલુકાના નવા કાંસીયા ગામે રહેતા નારણભાઈ રેશમાભાઈ વસાવાની દીકરી દિપીકાબેન સાથે થયા હતા. લગ્ન બાદ નરેશભાઈ અને દિપીકાબેન વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઇ હતી, જેથી દીપિકાના પિયરીયા તેને લીંભેટથી નવા કાસીયા ગામે લઈ ગયા હતા. ગતરોજ નરેશની પત્ની દીપીકા, તેના પિતા નારણભાઈ, માતા કલ્પનાબેન તથા સુજલભાઈ લીંભેટ ગામે આવ્યા હતા. દિપીકાબેન નરેશના ઘરમાં જઈ તેની તિજોરીનું લોક ખોલી જણાવેલ કે આ તિજોરી કેમ ખોલી હતી, જેથી નરેશે જણાવ્યું હતું કે મારા કપડાં તિજોરીમાં હતા તેથી મેં તિજોરી ખોલી હતી. દિપીકા એકદમ ઉશ્કેરાઈ ઘરની બહાર નીકળી હતી અને તેના પતિ નરેશભાઈને માં બેન સમાણી ગાળો બોલવા લાગી હતી. તેની સાથે આવેલા તેના પરિવારજનોએ તેના જમાઈ નરેશ વસાવાને ઢીકાપાટુનો મારમાર્યો હતો. નરેશભાઈને તેના સાસરિયાઓ માર મારતા હોઇ તેની માતા વચ્ચે છોડાવવા પડતા તેને પણ ધક્કો મારીને નીચે પાડી દીધી હતી. નરેશભાઈના સાસરિયાઓએ જતા જતા તેમના જમાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે નરેશભાઇ અખાડભાઈ વસાવાએ દીપીકા નારણભાઈ વસાવા, નારણભાઈ રેશમાભાઈ વસાવા, સુજલ નારણભાઈ વસાવા તેમજ કલ્પના નારણભાઈ વસાવા તમામ રહેવાસી નવા કાંસિયા તાલુકો અંકલેશ્વર જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ