Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પહેલા ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે રહેતા ૬૨ વર્ષીય ચંદુભાઈ માધવભાઇ વસાવા તા. ૨૫.૧૧.૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર ક્યાંક જતા રહયા હતા. પરિવારના સભ્યોએ તેમની શોધ કરવા છતા કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજરોજ પોલીસને માહિતી મળી હતી કે કોઈ અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ કુંવરપરા ગામની સીમમાં નહેરવાળા વિસ્તારમાં મળી આવ્યો છે. આ બાબતે પોલીસે તપાસ કરતાં આ મૃતદેહ ગતરોજ ગુમ થયેલ ખારીયા ગામના ચંદુભાઈનો હોઈ શકે છે, એમ જણાતા તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતુ કે તે મૃતદેહ ખારિયાના ગુમ થયેલ વૃદ્ધનો જ છે. તેમના પરિવારે આપેલ જાણકારી મુજબ તેઓને આંખે ઓછું દેખાવાના કારણે ખેતરના શેઢા ઉપર ચડવા જતા પડી ગયા હશે, તેથી તેમને ડાબી આંખની પાંપણની ઉપર કંઇક વાગી જતાં લોહી વધારે નિકળી જવાના કારણે તેમનું મોત નિપજ્યુ હોવાનું જાણવામાં આવ્યુ હતુ. આ બનાવ અંગે સાવીત્રીબેન મહેન્દ્રભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : આદિવાસી વિસ્તારોમાં અગ્નિશામકદળની રચના તેમજ ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ધારાસભ્ય છોટુ વસાવાએ પત્ર લખી મુખ્યમંત્રી પાસે માંગણી કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

ProudOfGujarat

વડોદરા : વસંત પંચમી નિમિત્તે સંતરામ મંદિર ખાતે સાકર વર્ષાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!