Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

Share

ઝધડીયા તાલુકાના રાજપારડીથી ઝધડીયા તરફ જતા માર્ગ પર સિમધરા ગામ નજીક એક મોટરસાયકલને પાછળથી આવતી એક ટ્રકના ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે જખ્મી થઇ હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ટ્રક સાથે ઘસડાઇને થોડે દુર સુધી ખેંચાવા પામી હતી.ટ્રક સાથે ઘસડાયેલી બાઇક સળગી ઉઠી હતી.રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર તા.૧૧ મીના રોજ વાઘપુરા તા.ઝધડીયાના અશ્વિનભાઇ વસાવા સાસરીમાંથી મંગેતર ખુશ્બુબેનને લઇને પાછા જતા હતા ત્યારે સિમધરા નજીક આ અકસ્માત સર્જાતા બાઇક સવાર અશ્વિનભાઇ વસાવા અને ખુશ્બુબેનને શરીરના કેટલાક ભાગો પર ગંભીર ઇજાઓ થઇ હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ સળગી ગઇ હતી.બાદમાં ઉર્મિલાબેન ઝવેરભાઇ વસાવા રહે.સરકારી વાઘપુરા તા.ઝધડીયાનાએ રાજપારડી પોલીસમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છેકે રાજપારડી ઝધડીયા વચ્ચે અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા હોવાથી જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના જમાઈ મોહલ્લામાં રાત્રીના પાના પત્તાનો જુગાર રમતા 13 શકુનીઓને પોલીસે રેડ કરી ઝડપી લેતા શકુનીઓમાં ભાગદોડ મચી હતી.

ProudOfGujarat

નડિયાદના યુવકે લોન માટે ગૂગલ સાઈટ પર સર્ચ કરતા ૫૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

ભરૂચમાં દેવદિવાળીની અનોખી ઉજવણી, માં નર્મદા કિનારે 1151 દિપ પ્રગટાવી કરાઈ ઉજવણી, કાશી ઘાટ જેવો સર્જાયો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!